/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-215.jpg)
યુપીના લખનૌ ખાતે થયેલ હિંદુ મહાસભાના પૂર્વ અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કેસમાં સુરત કનેક્શન બહાર આવ્યું છે. ગુજરાત એટીએસએ ત્રણ આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે...
લખનૌ ખાતે થયેલી હત્યાના ઘટનાસ્થળ પરથી મળી આવેલ ઘારીનું બોકસ પોલીસ માટે ચાવીરૂપ સાબિત થયું છે. આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને ઘારી ના બોક્સ થકી જ મોટી સફળતા હાથ લાગી છે. સુરતના ઉધના રોડ નંબર 3 પર આવેલી ધરતી મીઠાઈ એન્ડ નમકીન નામની દુકાન પરથી ગત તારીખ 16 ના રોજ આરોપીઓએ ઘારી ખરીદી હતી. જ્યાં દુકાનમાં લાગેલા સીસીટીવી ફુટેજમાં આરોપીઓ કેદ થયા હતા... હત્યાની આ ઘટના બાદ ગત રોજ સાંજથી જ સુરત પોલીસ પણ સક્રિય જોવા મળી હતી. જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધરતી નમકીન એન્ડ સ્વીટ્સ નામની દુકાન પર પહોંચી હતી અને 16 તારીખ ના રોજ ના તમામ સીસીટીવી ફૂટેજ ખંગોળી નાખ્યા હતા...
સીસીટીવી ફુટેજમાં પાંચ જેટલા શખ્સો કેદ થતા ગુજરાત એટીએસની ટીમ પણ સુરત પહોંચી હતી અને ફૂટેજના આધારે ત્રણ જેટલા આરોપીઓની અટકાયત કરી લીધી હતી.જ્યારે હત્યામાં સામેલ મુખ્ય બે આરોપીઓની પણ એટીએસ દ્વારા ઓળખ કરી લેવામાં આવી છે.જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મોહમ્મદ સાહેબ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો.
સમગ્ર ઘટના મામલે યુપીના ડીજીપી ઓપી સિંહએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે હિન્દી સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી હત્યાકાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે 2015 માં આપેલ ભડકાઉ ભાષણના કારણે હત્યા કરવામાં આવી હતી જેમાં ત્રણ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે અને 2 લોકોની શોધખોળ ચાલુ છે. સુરતથી અટકાયત કરાયેલા શંકાસ્પદ લોકોનાં નામ મોહસીન શેખ, ફૈઝન અને રાશિદ અહેમદ છે અને હજી સુધી આ ઘટનાનો આતંકવાદ સાથે કોઈ સંબંધ હોવાનું મનાય નથી. ઉત્તર પ્રદેશના ડીડીપીએ જણાવ્યું હતું કે કમલેશ તિવારીના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં ઉત્તરપ્રદેશના બિજનનોરના રહેવાસી અનવરુલ હક અને નૈમ કાઝમીના નામની પૂછપરછ કરવામાં આવી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવી છે. ઉત્તરપ્રદેશ પોલીસના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી એ જાણવા મળ્યું છે કે આરોપી રશીદ પઠાણે આ યોજના બનાવી હતી અને મૌલાના મોહસીન શેખે પ્રેરણા આપી હતી.