/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-216.jpg)
સુરતના લાલગેટ વિસ્તારમાં બીડુનું ઠુઠુ નાંખવાની સામાન્ય બાબતમાં ઉશ્કેરાયેલા યુવાને મહિલાની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખી હતી.
સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા રાની તળાવ ખાતે મોડી રાત્રે મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવતાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉભા થયાં છે. બીડીનું ઠુઠુ નાંખવાની સામાન્ય બાબતમાં મહિલાએ જીવ ગુમાવી દીધો છે. માછીવાડ ખાતે રહેતા અનિતા સરવૈયાએ પાડોશમાં રહેતા પક્કી ઉર્ફે નારાયણ નામના યુવકને બીડીનું ઠુઠું નાંખવા બાબતે ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે પોતાના ઘરમાંથી ચપ્પુ લાવી અનિતાબેન પર હુમલો કરતાં તેઓ સ્થળ પર જ ઢળી પડયાં હતાં.ઘટનાની જાણકારી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો.મહીલા અને યુવાન વચ્ચે થયેલા ઝગડામાં વચ્ચે છોડાવવા પડેલા અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો.જેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અપાઇ રહી છે.જ્યારે હત્યારા પક્કી ઉર્ફે નારાયણને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલભેગો કરી દીધો છે.