સુરત: પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાંથી ઝડપાયો ડુપ્લીકેટ દારૂ,૨ ઝડપાયા

New Update
સુરત: પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાંથી ઝડપાયો ડુપ્લીકેટ દારૂ,૨ ઝડપાયા

પાંડેસરા પોલીસે ડુપ્લીકેટ દારૂ બનાવી વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે બંન્ને આરોપીની ધરપકડ કરી છે અને ૮૫ હજારનો મુદામાલ કબજે કર્યો છે.

પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં કેટલાક ઈસમો ડુપ્લીકેટ દારૂ બનાવી રહ્યા છે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં તેજમલ ઉર્ફે તેજુ રામચંન્દ્ર ખટીક અને સંપત વનનાજી મેવાડા નામના ઈસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓ કેમિકલની બોટલોમાંથી થોડું થોડું કેમિકલ લઇ દારૂ બનાવતા હતા અને બાદમાં તેને તૈયાર કંપનીનું સીલ મારી વેચાણ કરતા હતા. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે અને તેઓને ત્યાંથી ૮૫ હજારની મત્તા કબજે કરી છે. હાલ આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories