New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-388.jpg)
પોસ્ટ અપગ્રેડેશન સહિતની વિવિધ માંગોને લઈને પી.એફ. કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી ગયા હતાં. સુરતમાં પણ પી.એફ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં વર્ગ બી, સી અને ડીના તમામ કર્મચારીઓ જોડાયા હતા.
સરકાર દ્વારા ડીસેમ્બર ૨૦૧૫માં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના કર્મચારીઓને કેડર રીસ્ટ્રક્ચરીંગને મજુરી આપી દીધી હતી. જેનો લાભ ક્લાસ વન અધિકારીઓને આપી દેવામાં આવ્યો છે. પરંતુ બી.સી અને ડી ક્લાસને વંચિત રખાયા છે. ઉપરાંત કર્મચારીઓની ઘટ હોવાથી નવી ભરતી કરવા પણ વર્ષોથી માગણી કરાઈ રહી છે. કર્મચારીઓની ઘટને કારણે વર્કલોડ ઘટાડવા તંત્ર દ્વારા કર્મચારીઓ પર દબાણ કરાઈ રહ્યું છે. ત્યારે સુરતમાં કર્મચારી પ્રોવિડનટ ફંડની કચેરી ખાતે તમામ કર્મચારીઓ એકઠા થયા હતા અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
Latest Stories