/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-148.jpg)
દેશને પ્લાસ્ટીકના કચરાથી મુકત બનાવવા માટે વડાપ્રધાને હાકલ કરી છે ત્યારે સુરતના યુવાનો મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ રહયાં છે. રવિવારના રોજ શહેરના મીનાક્ષી કોમ્પલેકસ ખાતેથી રેલીનું આયોજન કરાયું.
દેશવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરી સ્વચ્છ ભારતના નિર્માણ અને ભવિષ્યના ખતરાથી બચવા તથા માનવ અને જીવસૃષ્ટિને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. વડાપ્રધાનની આ વાત દેશના યુવાઓની સાથે સાથે બાળકોના મનમાં ઉતરી ગઈ છે. જેનો શ્રેષ્ઠ ઉદાહરણ સુરતમાં જોવા મળ્યું છે.
શેરી તથા મોહલ્લામાં પોલીથીન બેગ અને પ્લાસ્ટિકની વસ્તુઓ જોઈ બાળકોને લાગ્યું કે આ આપણા અને પ્રાણીઓ માટે મોટો ખતરો છે. બસ એજ વિચારીને એક બાળકીએ પોતાના મિત્રો સાથે મળી લોકોના ઘરે જઈ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી. રવિવારે સવારે પ્લાસ્ટિક મુક્ત ભારત માટે યોજેલી રેલીમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. રવિવારે સવારે આ બાળકોએ મીનાક્ષી કોમ્પ્લેક્સથી અગ્રસેન ગાર્ડન સુધી રેલી યોજી હતી. લોકોના ઘરે અને દુકાનોમાં જઇ તેમને પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા અપીલ કરી હતી.