Connect Gujarat
ગુજરાત

સુરત : રાજસ્થાનથી આવેલાં મુસાફર પાસેથી 38 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપાય

સુરત : રાજસ્થાનથી આવેલાં મુસાફર પાસેથી 38 લાખ રૂપિયાની નકલી નોટો ઝડપાય
X

સુરતની પુના પોલીસે નિયોન ચોકડી પાસે ચેકીંગ દરમિયાન એક મુસાફર પાસેથી 38 લાખ રૂપિયાની કિમંતની નકલી ચલણી નોટો ઝડપી પાડી છે. આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે.

પુણા પોલીસ નિયોન ચેકપોસ્ટ ખાતે ચેકીંગમાં હતી તે દરમિયાન રાજસ્થાનથી આવતી લકઝરી બસને રોકીને તેમાં તપાસ હાથ ધરી હતી. તે વેળા એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેની પાસે રહેલી સ્કુલબેગની ચકાસણી કરાઇ હતી. બેગમાંથી પોલીસે ચલણી નોટોનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરવામાં આવતાં 500ના દરની 617, 2000ના દરની 14, 200ના દરની 9 અને 100ના દરની 2 નોટ મળીને કુલ 642 નોટ મળી આવી હતી પણ આ તમામ નોટ નકલી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે અટકાયતમાં લીધેલા રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતાં ચુનીલાલ મંગલારામ સુથારે નકલી ચલણી નોટ અડાજણ ખાતે રીવર હાઇટ્સમાં રહેતા ચંદ્રકાંત વાઘજી શાહને આપવા લાવ્યો હોવાની કબુલાત કરી હતી. નકલી ચલણી નોટો તેને રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર રમેશ ચૌધરીએ આપી હતી. પોલીસે ચંદ્રકાત શાહના નિવાસે છાપો મારતાં 2 લાખ રૂપિયાની ચલણી નોટો મળી આવી હતી. ચંદ્રકાંત રીયલ એસ્ટેટમાં દલાલીનું કામ કરે છે. ઝાલોરના ચુનીલાલને નકલી નોટ સુરત લાવાના 5000 થી 10,000 હજાર મળતા હતાં. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બંને આરોપીઓ પાસેથી 38 લાખ રૂપિયાના મુલ્યની નકલી ચલણી નોટો કબજે લેવાઇ છે.

Next Story
Share it