સુરત : HSRP નંબર પ્લેટ તેમજ PUC કઢાવવા લાગી કતારો

New Update
સુરત : HSRP નંબર પ્લેટ તેમજ PUC કઢાવવા લાગી કતારો

સુરત જીલ્લામાં ટ્રાફિકના નવા નિયમો આકરી દંડની ચર્ચા ઠેર ઠેર છે. ભારે ભરખમ દંડ ન ભરવો પડે તે માટે વાહનોના HSRP નંબર પ્લેટ તેમજ PUC કઢાવવા કતારો જોવા મળી રહી છે.

તા. ૧૬મી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવશે ત્યારે લોકોમાં આકરી દંડની ચર્ચાઓ ઠેર ઠેર થઈ રહી છે. ભારે ભરખમ દંડ ન ભરવો પડે તે માટે જરૂરી પુરાવાઓ કઢાવવા આર.ટી.ઓ કચેરી ખાતે લોકોની પડાપડી થઈ રહી છે. જ્યારે સરકારે PUC અને HSRP નંબર પ્લેટ માટે મુદ્દત વધારી હોવા છતાં દંડના ડરથી હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે. આર.ટી.ઓ. કચેરી ખાતે કામ ધંધો છોડીને ૨થી ૪ કલાક સુધી લાઈનમાં ઉભા રહી HSRP નંબર પ્લેટ કઢાવવા આવેલ લોકોમાં સમયને લઈ રોષ જોવા મળ્યો હતો. લોકોએ ટ્રાફિકના નવા નિયમ સાથે સરકારે વાહન ચાલકો માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવી જોઈએ તેવી માંગ કરી છે.

Latest Stories