સુરત : રાહુલ ગાંધી આવતી કાલે સુરત કોર્ટમાં આપશે હાજરી!

35

રાહુલ ગાંધી આવતી કાલે સુરત કોર્ટમાં થયેલ કેસ અંગે હાજરી આપશે. મોદી અટક ધરાવતા લોકો ચોર હોય છે, તેવા વિવાદિત નિવેદનને લઈ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ થયો છે. સુરત ખાતે કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત ખાતે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી રાહુલ ગાંધીની સુરત કોર્ટમાં હાજરી આપવા માટે આવતા હોવાની બાબતે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યુ હતું કે, વારંવાર કોંગ્રેસના લોકોને હેરાન કરવામાં આવે છે. રાહુલ ગાંધીએ બેન્કના કૌભાંડી નીરવ મોદી, લલિત મોદી વિશે વાત કરી હતી. જે રાહુલ ગાંધીના અવાજ દબાવવા ખોટો કેસ કરવામાં આવ્યો છે. દેશમાં લોકોને ડરાવવામાં આવે છે. ગમે તેવા કેસ કરશો પણ કોંગ્રેસ લડતી રહેશે. ઉપરાંત ગુજરાતમાં અલગ અલગ કેસ કરી પરેશાન કરાઈ રહ્યા છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે લડી દેશને આઝાદ કર્યા તેજ રીતે અંગ્રેજો જેવા શાસકો સામે લડી દેશને બીજી વખત આઝાદ કારવીશું.

કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ સ્ફોટક નિવેદન આપ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી જણાવે છે કે ગુજરાતમાં દારૂ વેચાતો કે પીવાતો નથી. આ વાત સાચી નથી. જો ગુજરાતમાં દારૂ વેચાતો ન હોય તો હું કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે તૈયાર છું.

LEAVE A REPLY