New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/14171529/maxresdefault-188.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઝારખંડની સભામાં દેશમાં
વધી રહેલાં દુષ્કર્મના બનાવો અંગે આપેલા નિવેદન મુદ્દે સુરતની વી.ટી. ચોક્સી લો કોલેજના
વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે.
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ
ઝારખંડમાં એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન રાહુલ ગાંધીએ મંચ
પરથી નિવેદન આપ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મેક ઇન
ઇન્ડિયા થશે પણ 'મેક ઇન ઈન્ડિયા' બન્યું નથી, ભારતમાં દુષ્કર્મના બનાવો વધી રહયાં છે. આજ નિવેદનને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે
ધમાસાણ શરૂ થઇ ગયું છે. દ સુરત ખાતે વીટી ચોક્સી લો કોલેજના વિદ્યાર્થીઓએ કાળી
પટ્ટી બાંધી રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવ્યો છે.
Latest Stories