સુરત : સરથાણામાં શ્રમજીવીએ ચોથા માળેથી પડતું મુકયું, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

New Update
સુરત : સરથાણામાં શ્રમજીવીએ ચોથા માળેથી પડતું મુકયું,  સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના સરથાણામાં એક મજુરે ચોથા માળેથી પડતું મુક્તા દોડધામ મચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સિલ્વર બિઝનેસ હબમાં આજે વહેલી સવારે અજાણ્યો શ્રમજીવી ચોથા માળે ગયો હતો. તે દરમ્યાન એકાએક જ આ શ્રમજીવીએ ચોથા માળેથી પડતું મૂક્યું હતું. ચોથા માળેથી નીચે પટકાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યાં હતાં. તેમણે તેને 108ની મદદથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. આ ઘટનાની જાણ સરથાણા પોલીસને થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ શ્રમજીવી કોણ છે અને શા માટે તેને આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

Latest Stories