/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-290.jpg)
સુરતની આશાદીપ સ્કુલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યા બાદ વાલીઓના ટોળાએ શિક્ષક પર હુમલો કર્યો હતો. આ ઘટનાના શિક્ષક આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. સોમવારના રોજ શહેરની 300થી વધારે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો હડતાળ પર ઉતરી જતાં શિક્ષણકાર્ય ખોરંભે પડયું હતું.
સુરતના વરાછા ખાતે થોડા દિવસ પહેલા વરાછાની આશાદીપ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા વિદ્યાર્થીના પરિવારજનો સ્કૂલે દોડી આવી શાળાના શિક્ષક ને ચાલુ કલાસમાં માર મારી શાળાના કેમ્પસ સુધી ખેંચી લાવ્યા હતાં. આ ઘટનાના વિરોધમાં સુરતની સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. સોમવારના રોજ 300 જેટલી શાળાઓમાં આજે શિક્ષણ કાર્ય બંધ કરી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોએ દેખાવો કર્યો હતો. સફેદ કપડામાં સજજ થઇને શિક્ષકોએ કલેકટર તથા ઇન્ચાર્જ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં શિક્ષકોની સલામતી અને સુરક્ષા માટે સાત દિવસમાં સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી છે.