સુરત : શ્રીજીના આગમન વખતે હાથમાં દારૂની બોટલ લઈને નાચતા 8 યુવાનોની પોલીસે કરી ધરપકડ

New Update
સુરત : શ્રીજીના આગમન વખતે હાથમાં દારૂની બોટલ લઈને નાચતા 8 યુવાનોની પોલીસે કરી ધરપકડ

સુરતમાં દારૂ બંધીના લીરેલીરા ઉડ્યા છે. શ્રીજીના આગમન વખતે સુરતના ગોલવાડ વિસ્તારમાં કેટલાક લોકો હાથમાં દારૂની બોટલ લઈને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વીડીયો વાઇરલ થયા બાદ હરકતમાં આવેલાં પોલીસ વિભાગે 8 આરોપીઓની ધરપકડ કરી છે.

ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે. પરંતુ સુરતમાં આ માત્ર એક કહાવત બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં દારૂનો વેપલો ખુલ્લેઆમ થઇ રહ્યો છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈને સુરત પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે. શ્રીજીના આગમનના દિવસે સુરતના ગોલવાડ વિસ્તારમાં શિવ ગણેશ યુવક મંડળ દ્વારા શ્રીજીનું આગમન કરી રહ્યા હતા. તો બીજી તરફ હાથમાં દારૂની બોટલ સાથે નાચી કુદી રહ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સુરત પોલીસ દ્દોડતી થઇ છે. અને આરોપીની ધરપકડનો દોર શરૂ કર્યો હતો. આ ઘટનાને લઈને આવી તે કેવી ભક્તિ જેવા સવાલ પણ ઉઠવા પામ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ શ્રીજીની પ્રતિમા લાવી રહ્યા છે અને બીજી તરફ ફિલ્મી ગીતો વચ્ચે ખુલ્લેઆમ દારૂની બોટલ હાથમાં લઇ એક બીજાને દારૂ પીવડાવી રહ્યા છે તેમજ નાચી રહ્યા છે.

મહિધરપુરા પોલીસે હાથમાં દારૂની બોટલ સાથે નાચી કુદી રહેલા 8 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપી કમલેશ ઉર્ફે કાલુ કાંતિ ભાઈ રાણા, તેજશ કિરીટ ભાઈ રાણા, રોશન જશવંત રાણા, અમિત રાણા, અનિલ સોમચંદ રાણા, અશરફ ખાન, અફરતખાન પઠાણ, રંજનીકાંત રાણા આ 8 આરોપીઓ વિરુદ્ધ લોકોની ધાર્મિક લાગણીને દુભાવાનો ગુનો અને ગેરકાયદેસર મંડળીનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના સુરતના ગોલવાડ વિસ્તારની છે અને ૪ વિડીયો વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે સુરતનો ગોલવાડ વિસ્તાર દારૂને લઈને કુખ્યાત છે. તેમ છતાં પોલીસ અહી કોઈ જ કામગીરી કરી શક્તિ નથી ભૂતકાળમાં અહી હુમલા પણ થઇ ચુક્યા છે. ત્યારે હવે પોલીસ આ મામલે ૮ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Latest Stories