• સાવધાન!તમે જે ખાઓ છો તે પનીર છે કે એનાલોગ‘?

  • હોટેલોમાં હવે ફરજિયાત મારવા પડશે બોર્ડ

  • લા પિનોઝ, KFC અને બર્ગર કિંગમાં SOGના ધાડા

  • 10 એપ્રિલ સુધીમાં નોટિસ બોર્ડ નહીં લાગે તો 10 લાખનો દંડ

  • સરકારના આદેશ બાદ એક્શન મોડમાં તંત્ર 

સુરત શહેરમાં ભેળસેળિયા ખોરાક અને ખાસ કરીને નકલી પનીરના વેચાણને અટકાવવા માટે શહેર એસઓજીની ટીમ હવે એક્શનમાં આવી છે. સરકારના કડક આદેશ બાદહવે નામાંકિત હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સુરત શહેરમાં શુદ્ધ પનીર અને નકલી એટલે કે એનાલોગ પનીર‘ વચ્ચેનો તફાવત ગ્રાહકો જાણી શકે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.SOG ની ટીમોએ શહેરના જાણીતા આઉટલેટ્સ જેવા કે લા પિનોઝટાકો બેલબર્ગર કિંગ, KFC અને રિચી-રિચ  જેવી જગ્યાઓ પર તપાસ કરી છે. એટલું જ નહીંમસાલા કિચન અને લા કાફેટેરિયા જેવા સ્થળોએ પણ પોલીસ કાફલો ત્રાટક્યો હતો.અને સૂચના  આપી હતી કે શુદ્ધ પનીર છે કે એનાલોગ પનીર તે અંગે દરેક ખાણીપીણીના સ્થળે ગ્રાહકોને સ્પષ્ટ જાણકારી આપવી પડશે.આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં કયા પ્રકારના પનીરનો ઉપયોગ થાય છે તેનું બોર્ડ લગાવવું અનિવાર્ય કરવામાં આવ્યું છે.

તપાસ દરમિયાન SOG ના અધિકારીઓએ હોટેલ સંચાલકોને યોગ્ય સમજણ આપી છે અને કડક સૂચના આપી છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ચલાવી લેવામાં નહીં આવે. જો 10 એપ્રિલ સુધીમાં નોટિસ બોર્ડ લગાવવામાં નહીં આવેતો 10 લાખ રૂપિયા સુધીના તોતિંગ દંડની ચીમકી પણ આપવામાં આવી છે.