સુરત : એસટી બસના ડ્રાયવરોનો હવે કરાશે બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ

New Update
સુરત :  એસટી બસના ડ્રાયવરોનો હવે કરાશે બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ

ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ ( એસટી)એ અકસ્માતો નિવારવા માટે નવતર અભિગમ અપનાવ્યો છે. હવે બસ ચલાવતાં પહેલાં ડ્રાયવરોએ બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ આપવો પડશે.

સુરત એસટી વિભાગે અકસ્માત રોકવા તેમજ મુસાફરોની સલામતી માટે એક નવતર અભિગમની શરૂઆત કરી છે. બસ ચલાવનાર ડ્રાઇવરે દારૂ પીધો છે કે નહી તેની ચકાસણી કર્યા બાદ જ તેને બસ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. એસટી બસ ચલાવતાં કેટલાક ડ્રાયવરો નશો કરતાં હોવાથી બસમાં મુસાફરી કરતાં લોકોના જીવ જોખમમાં મુકાય જતાં હોય છે. આવા બનાવો રોકવા માટે એસટી નિગમ સક્રિય બન્યું છે. સુરત ડીવીઝનમાં ફરજ બજાવતાં એસટી ડ્રાયવરોએ હવે બસ ચલાવતાં પહેલાં બ્રેથ એનાલાઇઝરથી ટેસ્ટ આપવો પડશે. જો ડ્રાયવર નશાની હાલતમાં જણાશે તો તેને બસ ચલાવવા દેવામાં આવશે નહિ તેમજ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

Latest Stories