સુરત: વાંકલની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત, જુઓ શું હતું કારણ !

New Update
સુરત: વાંકલની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કર્યો આપઘાત, જુઓ શું હતું કારણ !

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને હાલ કુમાર છાત્રાલય વાંકલમાં રહેતા ઉમરપાડાના એલિસીન વસાવા નામના વિધાર્થીઓ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. યુવક કોલેજ ગયો ન હતો અને છાત્રાલયના રૂમમાં જ રોકાયો હતો. વિધાર્થીએ કોઈ કારણોસર પોતાની ચાદરને પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સાંજે શાળાએથી પરત આવેલા રૂમના સાથી મિત્રોએ રૂમમાં યુવકને પંખે લટકતો જોતા ઘટનાની જાણ કોલેજના સંચાલકો કરી હતી. સંચાલકો દ્વારા ઘટનાની જાણ માંગરોળ પોલીસ ને કરવામાં આવતા માંગરોળ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી રૂમનો દરવાજો તોડી યુવકના મૃતદેહ રૂમની બહાર કાઢ્યો હતો. હાલ તો વિધાર્થીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ અંગે સત્તાવાર કોઈ માહિતી બહાર આવી નથી.

Latest Stories