સુરત : દૈનિક ૨૦ મિલિયન મુસાફરો ધરાવતું સુરત રેલ્વે સ્ટેશન સ્વચ્છતામાં અવ્વલ

New Update
સુરત : દૈનિક ૨૦ મિલિયન મુસાફરો ધરાવતું સુરત રેલ્વે સ્ટેશન સ્વચ્છતામાં અવ્વલ

સુરત રેલવે સ્ટેશન વર્ષ ૨૦૧૬માં પ્રથમ ક્રમે આવ્યું હતું. બાદમાં ક્રમશઃ પાછળ ધકેલાઈ રહ્યું હતું. વર્ષ ૨૦૧૯ના સર્વેક્ષણ દરમિયાન મુસાફરોના ઓપિનિયન સાથે જ રેલ્વે સ્ટેશનનો પણ સર્વે કરાયો હતો. જેમાં ૧૮ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોમાં સુરત રેલ્વે સ્ટેશન જયપુર તેમજ જોધપુરની જેમ ખરૂં ઉતર્યું હતું. જેથી નોન સબર્બન રેલ્વે સ્ટેશનમાં સુરતને પ્રથમ ક્રમાંક અપાયો હતો.

ગયા વર્ષે સુરતનો નંબર ૧૫૦માં ક્રમે હતો, પરંતુ આ વર્ષે મોટી છલાંગ સુરત સ્ટેશને લગાવીને પ્રથમ નંબર મેળવ્યો છે. સુરતની સાથે ઉધના રેલ્વે સ્ટેશનને પણ સ્વચ્છતા માટે અગ્ર ક્રમાંક મળ્યો છે. સમગ્ર દેશમાં ૭૨૦ રેલ્વે સ્ટેશનનો સર્વે કરાયો હતો. જેમાં નોન સબર્બન કેટેગરીમાં સુરત રેલ્વે સ્ટેશનને પ્રથમ ક્રમાંક મળ્યો છે. સુરત સ્ટેશન પર વાર્ષિક ૨૦ મિલિયન મુસાફરોની અવર જવર હોય છે. એનર્જી સેવિંગ્સ, ઓબ્ઝર્વેશન, મુસાફરોના મંતવ્ય લીધા બાદ આ ક્રમાંક આપવામાં આવતો હોય છે. ગાંધી જયંતિ નિમિતે જ સુરત રેલ્વે સ્ટેશનને પ્રથમ ક્રમાંક મળતા સુરતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. સુરતીઓએ ગર્વની અને ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

Latest Stories