/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/02_1541743685.jpg)
વર્ષમાં ફકત ભાઈબીજાના દિવસે હરીભકતો પાઘના દર્શન કરી શકે
ભગવાન સ્વામી નારાયણે 194 વર્ષ પહેલા ભેટમાં આપેલ પાઘ આજે પણ સચવાઈ રહી છે. સુરત શહેરના સૈયદપુર વિસ્તારમાં પ્રસાદી સ્વરૂપ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઈબીજાના દિવસે હરીભકતો માટે પાઘના દર્શન પારસી પરિવાર દ્વારા કરવવામાં આવે છે. આ પાઘના દર્શન માટે મોટી સંખ્યામાં હરીભકતો ઉમટી રહ્યા છે.
સ્વામીનારાયણ ભગવાનની જન્મીજયંતિની ઉજવણી ચાલી રહી છે ત્યારે સંવત 1837માં ચૈત્ર સુદ 9ને સોમવાર 3 એપ્રિલ 1781એ રાત્રિના સમયે દસને દસ મિનિટે ભગવાનનો જન્મ થયો હતો. સંવંત1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ પરિવારને પાઘડી અને શ્રીફળ આપી હતી. આજે પણ પારસી પરિવાર આ પાઘડીને જીવની જેમ સાચવેછ છે. જાતે ભગવાને આપેલી પાઘ઼ી હોવાથી દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા આ પાઘડીને ખરીદવા માટે કોરા ચેરની ઓફર પણ કરવામાં આછે પરંતુ ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શનવ સૌશ્રદ્ધાળુઓને કરાવે છે.
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવાર દ્વારા પાઘ માટે એક અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે. લાકડાની પેટીમાં ઘને નુકસાન પણ ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં મુકી પાધન સાચવી રાખી છે. પાધના દર્શન માટે દર વર્ષે આવતા શ્રદ્ધાળુઓ પારસી પરિવાર પાઘના દર્શન કરાવે છે. પરિવાર દ્વારા પણ રોજ સવારે પાઘની પૂંજા કરવામાં આવે છે. પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની ઘને તેમનું માથુ હોય તેમ જતન કરે છે અને શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરતા હોય છે.