New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-424.jpg)
સુરતના સરથાણા અને મોટા વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પરથી અંદાજે 22થી 25 વર્ષની યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
સુરતના મોટા વરાછા સ્થિત સવજી કોરાટ બ્રીજ પરથી એક ૨૦ થી ૨૫ વર્ષીય યુવતીએ તાપી નદીમાં કુદી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા બ્રીજ પર લોક ટોળું એકત્ર થઇ ગયું હતું અને સમગ્ર મામલે બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ૩૦ મિનીટની જહેમત બાદ યુવતીના મૃતદેહને તાપી નદીમાંથી બહાર કાઢયો હતો. અને બાદમાં ૧૦૮ ની મદદથી યુવતીને સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. જો કે યુવતી પાણી પી જતા તેણીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મુદ્દે હાલ સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના વાલીવારસોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Latest Stories