સુરત : ઉઘના સ્ટેશન પર પાકીટમાર ઝડપાતા લોકોએ ચખાડયો મેથીપાક

New Update
સુરત : ઉઘના સ્ટેશન પર પાકીટમાર ઝડપાતા લોકોએ ચખાડયો મેથીપાક

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ લઇ પાકીટ મારતો એક યુવાન ઝડપાઇ જતાં લોકોએ તેને સારો એવો મેથીપાક ચખાડયો હતો. તેને માર માર્યા બાદ પોલીસના હવાલે કરાયો હતો.

સુરતના ઉઘના સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જતાં મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. સ્ટેશન પર ભીડનો લાભ લઇ પાકીટમારો પણ તેમનો કરતબ અજમાવી જતાં હોય છે. આજે ઉધના રેલવે સ્ટેશન ખાતે ચોર ઇસમ મુસાફરનું પાકીટ મારતા રંગે હાથ ઝડપાયો હતો. લોકોએ પાકિટ મારનાર ઇસમને ઝડપી પડી બરાબરનો મેથીપાક આપી પોલીસને હવાલે સોંપ્યો હતો. હાલ રેલવે પોલીસે ચોર ઇસમની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉઘના રેલવે સ્ટેશન ખાતે અગાઉ પણ અનેક મુસાફરો તેમના પાકીટ ગુમાવી ચુકયાં છે. પાકીટમારોનો ત્રાસ ઓછો કરવા પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ મુસાફરો માંગ કરી રહયાં છે.

Latest Stories