સુરત : વરાછામાં કાપડના વેપારી પર ચપ્પ્યુ વડે કરાયો હુમલો

New Update
સુરત : વરાછામાં કાપડના વેપારી પર ચપ્પ્યુ વડે કરાયો હુમલો

સુરતના વરાછા વિસ્તારમાં બે ઇસમોએ કાપડના વેપારી પર હુમલો કર્યો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

સુરતના વરાછા સ્થિત એલ.એચ રોડ પર કાપડની દુકાન ધરાવતા કાપડના વેપારીને ત્યાં બે ઈસમો ખરીદી કરવાના બહાને આવ્યા હતા અને કાપડના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે યુવાને કાપડ વેપારી પાસે આવે છે અને ત્યારબાદ તેની પાસે રહેલું ચપ્પુ કાઢે છે અને વેપારીના ગળાના ભાગે મારે છે. ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ જાય છે. બંન્ને અસામાજિક તત્વોએ કપડા ખરીદ કરવા જોયા બાદ જોઈતી વસ્તુ ન મળી હોય તેમ અથવા તો લૂંટ ચલાવવી હોય તેમ દુકાનદારના ગળે ચપ્પુથી હુમલો કરીને બંન્નેવ નાસી ગયા હતાં. પોલીસે લૂંટના ઈરાદે હુમલો થયો હોવાની દિશામાં સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories