/connect-gujarat/media/media_files/2025/02/03/eIjJZONheNIKuyW51dQD.jpg)
સુરત જિલ્લામાં અવાર નવાર આપઘાતની ઘટનાઓ બનતી જ રહે છે ત્યારે વધુ એક આપઘાતની ઘટના માંડવી તાલુકામાં સામે આવી છે, જ્યાં 14 વર્ષની કિશોરીએ આપઘાત કરી લીધો છે. કરંજ ગામના પ્રકાશ ભવન એપાર્ટમેન્ટમાં રહેતી અર્ચના નામની વિદ્યાર્થિની, જે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી, તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી છે.
અર્ચનાના માતા-પિતા રાજેન્દ્ર રઘુનાથ પ્રસાદ અને તેમની પત્ની જીઆઈડીસીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટનાના સમયે અર્ચના ઘરે એકલી હતી અને તેણે પંખા સાથે સાડી બાંધીને આપઘાત કર્યો હતો. જ્યારે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેઓએ અર્ચનાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી.