ઉકાઈ ડેમ છલકાયો..! : પાણીની આવક વધતાં ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું, સુરત-તાપી કિનારે એલર્ટ

ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

New Update

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન માત્ર ઉકાઈ ડેમ

ઉકાઈ ડેમમાં પાણીની ભયજનક સપાટી છે 345 ફૂટ

પાણીની આવક વધતાં રૂલ લેવલ કરતાં સપાટી વધી

ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું

તાપી નદીની આસપાસ-નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. પરંતુ પાણીની આવક વધતાં રૂલ લેવલ કરતાં સપાટી વધી ગઈ છે. જેથી ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છેત્યારે સુરતમાં તાપી નદીની આસપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શનિવારે સમગ્ર દિવસ વરસાદ વરસ્યો હતોજેમાં સુરત શહેરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. સિઝનમાં પ્રથમ વખત શહેરમાં દિવસભર ઝરમર વરસાદ સાથે માહોલ જામ્યો હતો. આ સાથે જ સિઝનનો કુલ સરેરાશ વરસાદ 55.15 ઈંચ થયો છેજે 99 ટકા છે. તેવામાં ઉકાઈ ડેમની સપાટી 335.52 ફૂટ નોંધાય છે.

ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ અને 4 દરવાજા 6.5 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી રહી છે.

આ સ્થિતિને પગલે તાપી નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છેઆ સાથે જ માછીમારોને માછીમારી ન કરવા જવા અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફતાપી નદીમાં પાણી આવક થતાં સુરતવાસીઓએ નવા નીરના વધામણાં પણ કર્યા હતા.

Read the Next Article

સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.

New Update
  • 'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસનું ચેકિંગ

  • પોલીસ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મેગા ડ્રાઈવ

  • નશીલી દવાનું વેચાણ થતું હોવાની પોલીસને માહિતી

  • શહેરના વિવિધ મેડિકલ સ્ટોર્સમાં પોલીસે તપાસ હાથ ધરી

  • તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના દવાના વેચાણ સામે કાર્યવાહી

'નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેઈનઅંતર્ગત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક મેડિકલ સ્ટોર્સમાં સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી.

દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છેહાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે. યુવાપેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા'નો ડ્રગ્સ કેમ્પેઈનહાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ 6 ઝોનમાં મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવમાં શહેર પોલીસ વિભાગનાDCP કક્ષાના અધિકારીઓ જોડાયા હતા.

 શહેરના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નાશીલી દવાઓનું વેચાણ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. આ ઉપરાંત 200થી વધુમેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓ શોધી કાઢવા મેગા ડ્રાઈવ હાથ ધરાય હતીત્યારે જે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક દવા પકડાશે તો તેનું લાયસન્સ રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવાયું છે.