સુરત: રાંદેર વિસ્તારમાં 19 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર
સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી.જેમાં ચોર સીસીટીવીનાDVR પણ સાથે લઇ ગયા હોવાનું બહાર આવ્યું થયુ હતું.જોકે પોલીસની તલસ્પર્શી તપાસે આ ઘટનામાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ લાવી દીધો છે.ઘટના ના ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી. દેવેન્દ્રકુમાર ચૌધરીએ આ ષડયંત્રમાં તેના બંને દીકરા પિયુષ અને ઇશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા. આ સાથે તેનો ડ્રાઈવર પણ સામેલ હતો.
દેવેન્દ્રકુમાર ચૌધરીને દેવું વધી જતા વીમો પકવવા માટે ચોરીનું તરકટ રચ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેને 10 દિવસ પહેલા જ ઇન્સ્યોરન્સ રિન્યૂ કર્યો હતો. પોલીસ માટે ચોંકાવનારી વાત તો એ હતી કે, કંપનીમાં ઘૂસવા માટે ચોરો દ્વારા એક પણ તાળું તોડવામાં ન આવ્યું હતું. ત્યારે ઇન્સ્યોરન્સ રિન્યૂ કરવા અને તાળું ન તોડવા મુખ્ય બાબતના કારણે પોલીસને શંકા ગઇ હતી.
જોકે, પોલીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂપિયા 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી રૂપિયા 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા, અને બાકીના રૂપિયા 5 લાખ આપવાના બાકી હતા.