Connect Gujarat
સુરત 

સુરત : 2 વર્ષના બાળકને મોબાઇલ ફોન આપી માતા બાથરૂમમાં ગઇ, બહાર નીકળી તો હોંશ ઉડી ગયાં

પોતાના નાના બાળકોને એકલા મુકીને જતાં રહેતાં દંપત્તિઓએ બોધપાઠ લેવો પડે તેવો કિસ્સો સામે આવ્યો છે.

X

પોતાના નાના બાળકોને એકલા મુકીને જતાં રહેતાં દંપત્તિઓએ બોધપાઠ લેવો પડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પડતાં તેનું મોત થયું છે. વસીમ અન્સારી ટાઇલ્સ ફોલ્ડિંગનું કામ કરે છે અને મૃતક વારીસ તેમનો એક નો એક પુત્ર હતો. ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ દીકરા વારિસ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજો બંધ કરી તેને મોબાઈલ પર કાર્ટૂન જોવા આપી વોશરૂમ ગઈ હતી, જ્યાંથી પરત ફરતાં વારિસ બેડ પર ન દેખાતાં શોધખોળ શરૂ કરી હતી. તેમણે બારીમાંથી નીચે જોતાં લોકોની ભીડ ભેગી થઇ ગઇ હતી. તે ઝડપથી નીચે ઉતરી નો તેનો પુત્ર વારીસ જ નીચે પડેલો હતો. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારિસ એકનો એક દીકરો હતો. 55 કલાકમાં 50 હજાર ખર્ચ કર્યા બાદ પણ તેને બચાવી ન શક્યા. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું. આવી ઘટના કોઈ પરિવારમાં ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશું.

Next Story