સુરત : પાંડેસરા વિસ્તારના કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળતા દોડધામ, વેકેશન હોવાથી મોટી જાનહાનિ ટળી...

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીક આવેલ કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update
Advertisment

પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીકની ઘટના

Advertisment

કોચિંગ ક્લાસમાં આગ લાગતાં લોકોમાં દોડધામ મચી

બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડ્યા

સમગ્ર આગ પર પાણીનો મારો ચલાવી મેળવાયો કાબૂ

વેકેશન હોવાથી મોટી જાનહાનિ ટળી : ફાયર ફાઇટર

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીક આવેલ કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી.

સુરતમાં દિવાળીના દિવસોમાં કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તેવામાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પિયુષ પોઈન્ટ નજીક આવેલ કોચિંગ ક્લાસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કોચિંગ ક્લાસમાં આગ લાગતાં આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ મનપા ફાયર વિભાગના ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકેઆગ કયા કારણોસર લાગી હતીતેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેવેકેશનનો સમયગાળો હોવાથી કોચિંગ ક્લાસમાં કોઈની અવરજવર નહોતીજેથી મોટી જાનહાનિ ટળી હતી.

Latest Stories