સુરત આપઘાત રોકવા ડાયમંડ વર્કર યુનિયને શરૂ કરેલા હેલ્પલાઇન નંબર પર 4 દિવસમાં જ આવ્યા 800 જેટલા કોલ્સ

રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા

author-image
By Connect Gujarat Desk
New Update

મંદીના કારણે રત્ન કલાકારોના વધતાં જતાં આપઘાત

હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી-આર્થિક તંગી બન્યું કારણ

આપઘાતના કિસ્સા રોકવા હેલ્પલાઇન નંબર શરૂ કર્યો

4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 કોલ આવ્યા

5 લોકોને સમજાવી પાછા વાળી મદદ કરવામાં આવી

 સુરતના હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી અને આર્થિક તંગીના કારણે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છેત્યારે આપઘાત રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા શરૂ કરાયેલ હેલ્પલાઇન નંબર પર 4 દિવસમાં જ 800 જેટલા કોલ આવ્યા છેજ્યારે આપઘાત કરવા જતાં 5 લોકોને સમજાવી પાછા વાળીને મદદ કરવામાં આવી હતી.

હીરાનગરી સુરતમાં હીરાને ચમક આપનાર રત્નકલાકારોની હાલત હાલ ખૂબ કપરી બની છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડ્યા છેત્યારે અનેક રત્ન કલાકારોએ તો આર્થિક તંગીના કારણે આપઘાત પણ કરી લીધા છે. રત્ન કલાકારોને આવા કપરા સમયમાંથી ઉગારવા માટે થઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે.

સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા શરૂ કરાયેલ હેલ્પલાઇન નં. 9239500009

જેમાં ખાસ તમામ રત્ન કલાકારોને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે. જો કોઈને પણ કોઈપણ સમસ્યા હોય તો ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરવો. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તમામ રત્ન કલાકારો માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો છેજેમાં લખવામાં આવ્યું છે કેહે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો” જેના થકી છેલ્લા 4 દિવસમાં ડાયમંડ વર્કર યુનિયનને 800 જેટલા ફોન કોલ આવ્યા છે.

જોકેડાયમંડ વર્કર યુનિયનને રત્ન કલાકારો ખાસ આર્થિક તંગીથી મૂંઝવણમાં મુકાયા હોવાના મોટાભાગના કોલ આવ્યા હતા. જેમાં ખાસ બાળકોની સ્કૂલ ફીમકાનના હપ્તામકાનના ભાડા ભરવા રૂપિયા ન હોયમકાન માલિક રૂપિયા માટે દબાણ કરતો હોય સહિતના વિવિધ પ્રશ્નો સાથે રત્ન કલાકારોએ પોતાની વ્યથા ડાયમંડ વર્કર યુનિયન સામે વ્યક્ત કરી હતી.

હે રત્ન કલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો

જેમાંથી 5 કોલ એવા હતા કેજે આત્મહત્યા કરવા જતા હતાત્યારે આ 5 લોકોને તાત્કાલિક જ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમની ઓફિસે બોલાવી લેવામાં આવ્યા હત,  અને પાંચેય લોકોને બનતી તમામ મદદ કરવામાં આવી હતી. મહત્વનું છે કેઅત્યારે પણ રત્ન કલાકારોને કામ ઓછું મળી રહ્યું છે.

જેથી પરિવારનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી રત્ન કલાકારો પણ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઘણા સમયથી સરકાર પાસે રત્નદીપ યોજનાની માંગ કરવામાં આવી છેત્યારે હીરા ઉદ્યોગકારો વહેલી તકે સરકાર મદદ કરે તેવી આશા સેવી રહ્યા છે.

Latest Stories