/connect-gujarat/media/post_banners/8a60e3e91415321fa8b2354a8444bc87407c68460fb747e007d2b2ff35d8ac62.jpg)
અફગાનિસ્તાન પર તાલિબાની દ્વારા કબ્જો જમાવી લેવામા આવ્યો છે અને ત્યાંની પરિસ્થિતિ વધુ વિકટ બની છે ત્યારે આ ઘટના માટે ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબ અલી ચિસ્તી દ્વારા અમેરિકાને જવાબદાર ગણાવવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો જમાવ્યો છે અને ત્યાંની પરિસ્થિતી ભયાવહ છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના પ્રમુખ મહેબૂબ અલી ચિષ્ટિએ જણાવ્યું છે કે તાલીબાની દ્વારા અફઘાનિસ્તાન પર કબજો જમાવતા આતંકી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન મળવાનું છે. જેના કારણે ભારત માટે આ સૌથી વધુ ચિંતાનો વિષય છે.આતંકવાદી સંગઠનો હાલ જશ્ન મનાવી રહ્યા છે. જ્યાં તમામ આતંકવાદી સંગઠનો હવે એક પ્લેટફોર્મ પર આવી ગયા છે. અન્ય દેશો માટે આ એક લાલબત્તી સમાન બાબત છે.
તાલિબાનીના તાબા હેઠળ આવી ગયેલું અફઘાનિસ્તાન હવે આતંકવાદનું એ.પી.સેન્ટર બને તો નવાઈ નહિ.જેથી તમામ દેશના લોકોએ બિનસાંપ્રદાયિક નીતિ અપનાવી આગળ આવવું જોઈએ.તાલિબાનો સામે લડેલા લોકોને હવે અફઘાનિસ્તાનમાં મોતનું જોખમ છે.