સુરત શહેરમાં ગેર કાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી મહિલાની SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખોટું નામ ધારણ કરી બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટોના આધારે એક બાંગ્લાદેશી મહિલા રહેતી હોવાની SOG પોલીસને બાતમી મળી હતી, ત્યારે મહિધરપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી ગેટ ચાર રસ્તા નજીકથી પોલીસે બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી હતી.
પોલીસ તપાસમાં બાંગ્લાદેશી મહિલાનું નામ રશીદાબેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે, જ્યારે આં મહિલા 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારત દેશમાં આવી હતી, અને અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી અલગ અલગ સ્થળે રૂમ ભાડે રાખીને રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં, બાંગ્લાદેશી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા પણ બનાવ્યા હતા. આ મહિલા બાંગ્લાદેશી મહિલાએ એજન્ટને 15 હજાર રૂપિયાની બાંગ્લાદેશી કરન્સી આપી ભારત દેશમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.