/connect-gujarat/media/media_files/2025/09/23/cr-patil-2025-09-23-13-03-03.jpg)
ભરૂચ દૂધધારા ડેરીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં બહુમતી સાથે વિજેતા થયેલા ઘનશ્યામ પટેલ સહિતના હોદ્દેદારો તેમજ આગેવાનોએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ભરૂચ દૂધધારા ડેરીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં બહુમતી સાથે વિજેતા બનેલા ઘનશ્યામ પટેલ સહિતના સભ્યો તેમજ આગેવાનોએ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સુરત તેમના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સી.આર.પાટીલ દ્વારા દૂધધારા ડેરીની ચૂંટણીમાં વિજેતા બદલ શુભેચ્છા પાઠવી હતી.અને વિકાસલક્ષી કાર્યો માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.