સુરત : કતારગામ-સરથાણામાં સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું, 8 આરોપીની ધરપકડ, 6 વોન્ટેડ જાહેર

કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી...

New Update
  • સાયબર ક્રાઇમ સેલે કર્યો મોટા ફ્રોડનો પર્દાફાશ

  • કતારગામ-સરથાણામાં આચરવામાં આવતું હતું કૌભાંડ

  • પોલીસે રેડ કરીને બે ટોળકીની કરી ધરપકડ

  • 8 આરોપીઓની ધરપકડ જયારે 6 વોન્ટેડ જાહેર

  • પોલીસ તપાસમાં કરોડોના મળ્યા વ્યવહાર   

સુરતના કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી, જયારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરતના કતારગામ અને સરથાણામાં શેરબજાર અને ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડનું આયોજનબધ્ધ કાવતરું આચરવામાં આવી રહ્યું હતું.આ અંગેની બાતમીને આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમે બંને સ્થળોએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

આ ઘટનામાં સાયબર ક્રાઈમે 24 ફોન3 લેપટોપ20 ડેબિટ કાર્ડ3 ક્રેડિટ કાર્ડ19 પાસબુક22 ચેકબુક1.95 લાખ રોકડા3 રાઉટર29 રબર સ્ટેમ્પ17 પાનકાર્ડની નકલ21 આધારકાર્ડની નકલ અને 9 ભાડા કરાર કબજે કર્યા હતા.

આ આખી ઘટનામાં પોલીસે મીત શાહ,યશ શિંદે,રૂષિકેશ નંદલાલ સપકાળ,નિલેશ સોલંકી,જીગ્નેશ માંગુકીયા,જીતેન્દ્ર વાડદોરીયા,સતીષ માંગુકીયા,તદીપ કકાણીની ધરપકડ કરી હતી.જ્યારે 6 આરોપીઓ જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર,કરણ દેસાઈ ઉર્ફે દ્રારકેશ,પ્રશાંત પોલર,ફીફા,શુભમ ઉર્ફે રોકી,ચાર્લીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે ધરપકડ કરેલ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા,જેમાં કોર્ટે 8 આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.પોલીસે સમગ્ર ઘટનામાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories