“બીજીવાર દેખાઈશ તો જીવતો નહીં રહેવા દઉં” : સુરતમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારી પર હુમલો, 4 લોકોની ધરપકડ

સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવતી રહે છે

New Update
  • રાજ્યમાં સ્માર્ટ મીટરના વિરોધમાં વધુ એક હુમલાની ઘટના

  • સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારી પર જીવલેણ હુમલો

  • કોસાડ વિસ્તારમાં કર્મચારી પર 4 શખ્સો બેફામ તૂટી પડ્યા

  • શખ્સે કહ્યું : બીજીવાર દેખાઈશ તો જીવતો નહીં રહેવા દઉં

  • મહિલા સહિત 4 લોકોની ધરપકડ સાથે પોલીસ તપાસ શરૂ

સુરત શહેરના કોસાડ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારી પર 4 શખ્સો તૂટી પડ્યા હતા. આ બનાવમાં અમરોલી પોલીસે મહિલા સહિત 4 લોકોની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાંDGVCL કંપની અને અલેથીયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શહેરભરમાં કરી રહ્યા છે. સ્માર્ટ મીટરને લઈને લોકોમાં હજી પણ ઘણી બધી માન્યતાઓ હોવાના કારણે સ્થાનિકો અને કંપનીના કર્મચારીઓ વચ્ચે અવારનવાર ઘર્ષણની ઘટના સામે આવતી રહે છેત્યારે વધુ એક મારામારીની ઘટના સુરતના કોસાડ વિસ્તારમાંથી સામે આવી છે.DGVCL અને અલેથીયા કંપનીના કર્મચારીઓ અમરોલીના કોસાડ આવાસમાંતથાવિભાગની બિલ્ડિંગના મીટર બદલવાના હોવાથી ત્યાં ગયા હતાજ્યાં બિલ્ડિંગના રહીશોને મીટર બદલી સ્માર્ટ મીટર લગાડી આપવાનું જણાવ્યા બાદ બિલ્ડિંગના લોકોએ મીટર બદલવાની હા પાડતા કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ સમયે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતાઅને બાદમાં 4 જેટલા શખ્સોએ કર્મીને ઢીક્કા-મૂક્કાથી માર માર્યો હતો. જોકેકર્મીઓ પર થયેલા હુમલાની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટનામાં કર્મચારીને ડાબા હાથે અને કોણીના ભાગે મૂંઢ ઇજા પહોંચી હતી. આ સાથે એક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી કેબીજીવાર દેખાઈશ તો હાથ-પગ તોડી નાખીશઅને જીવતો નહીં રહેવા દઉં. આ સમયે હાજર અન્ય સહકાર્મચારીઓ દ્વારા 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરાય હતીત્યારે હાલ તો અમરોલી પોલીસ દ્વારા એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.