રિક્ષામાં પેસેન્જરને લૂંટવાનો મામલો
વરાછામાં રિક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગ ઝડપાઈ
વરાછાના વેપારી પણ બન્યા હતા લૂંટનો ભોગ
પોલીસે બે રીઢા આરોપીઓની કરી ધરપકડ
આરોપીઓ પર નોંધાયા છે 29 ગંભીર ગુના
સુરત શહેરમાં રિક્ષામાં બેસતા પેસેન્જરોને લૂંટતી ગેંગ સક્રિય બની હતી,અને વરાછા સહિતના વિસ્તારોમાં આ પ્રકારની લૂંટની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.જેના કારણે પોલીસ હરકતમાં આવી ગઈ હતી. તાજેતરમાં જ સુરતના વરાછાના વેપારીને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી આગળ લઈ જઈ ચપ્પુની અણીએ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી.ત્યાર બાદ પોલીસ દ્વારા આ લૂંટારુ ગેંગને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી.અને પોલીસને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.પોલીસે ભેસ્તાન આવાસના કાલીયા પઠાણ અને ગબ્બા પઠાણને ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં કાલીયા પઠાણ પર 17 ગંભીર ગુના નોંધાયા છે,તો બીજો આરોપી ગબ્બા પઠાણ પર 12 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચુક્યા છે.હાલ પોલીસે બંનેની ધરપકડ કરીને રૂપિયા 29 હજારની મત્તા કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે.