વડોદરા બાદ સુરતમાં બની ગેંગ રેપની ઘટના, સગીર યુવતીને ત્રણ નરાધમોએ પીંખી નાખી

વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં સુરત જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.માંગરોળ તાલુકાના બોરસરા ગામે એક સગીર યુવતી તેના મિત્રને મળવા ગઈ હતી,

New Update

વડોદરા બાદ સુરતમાં હેવાનિયત ભરી સર્જાય ઘટના

સુરતના બોરસરા ગામમાં બની ગેંગ રેપની ઘટના 

સગીર યુવતી મિત્રને મળવા ગઈ અને દુષ્કર્મનો ભોગ બની 

ત્રણ નરાધમોએ આચર્યું હેવાનિયત ભર્યું કૃત્ય 

યુવકને માર મારીને યુવતીને પીંખી નાખી 

વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથીત્યાં સુરત જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.માંગરોળ તાલુકાના બોરસરા ગામે એક સગીર યુવતી તેના મિત્રને મળવા ગઈ હતી,અને સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હતી.ત્રણ નરાધમોએ યુવકને મારમારીને યુવતીને પીંખી નાખી હતી.અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

વડોદરા દુષ્કર્મની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ સુરત પોલીસના ચોપડે વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી,જાણવા મળ્યા મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકના કોસંબા પાસેના મોટા બોરસરા ગામે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં સગીરા અને તેનો મિત્ર ખેતરમાં બેઠા હતા,આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. ત્યારબાદ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.ઘટનાની જાણ થતાં રેન્જ IGજિલ્લા પોલીસ અધિક્ષકLCB, SOG સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV સર્વેલન્સની તપાસ પણ શરૂ  કરી છે.

પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સગીર યુવતી તેના મિત્ર સાથે બોરસરા ગામના ખેતરમાં રાત્રી દરમિયાન બેઠા હતા,ત્યારે ત્રણ નરાધમો ત્યાં આવીને યુવતીના મિત્રને મારીને યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું,રાતે ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,અને ત્રણ પૈકી બે આરોપીઓની ઓળખ પણ પોલીસે કરી લીધી છે,અને વહેલી તકે ત્રણે આરોપીઓની પોલીસ ધરપકડ કરી લેશે તેમ તેઓ જણાવ્યું હતું,વધુમાં દુષ્કર્મની ઘટના બની ત્યાં નજીકમાં કોઈ જ ગરબાનું આયોજન ન હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.અને આરોપીઓ ભોગ બનનાર યુવતી અને તેના મિત્રના મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા પણ લૂંટી ગયા હતા.હાલમાં યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. 

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.