વડોદરા બાદ સુરતમાં બની ગેંગ રેપની ઘટના, સગીર યુવતીને ત્રણ નરાધમોએ પીંખી નાખી

વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં સુરત જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.માંગરોળ તાલુકાના બોરસરા ગામે એક સગીર યુવતી તેના મિત્રને મળવા ગઈ હતી,

New Update

વડોદરા બાદ સુરતમાં હેવાનિયત ભરી સર્જાય ઘટના

સુરતના બોરસરા ગામમાં બની ગેંગ રેપની ઘટના 

સગીર યુવતી મિત્રને મળવા ગઈ અને દુષ્કર્મનો ભોગ બની 

ત્રણ નરાધમોએ આચર્યું હેવાનિયત ભર્યું કૃત્ય 

યુવકને માર મારીને યુવતીને પીંખી નાખી 

વડોદરાના ભાયલીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથીત્યાં સુરત જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે.માંગરોળ તાલુકાના બોરસરા ગામે એક સગીર યુવતી તેના મિત્રને મળવા ગઈ હતી,અને સામૂહિક દુષ્કર્મનો ભોગ બની હતી.ત્રણ નરાધમોએ યુવકને મારમારીને યુવતીને પીંખી નાખી હતી.અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

વડોદરા દુષ્કર્મની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ સુરત પોલીસના ચોપડે વધુ એક સામુહિક દુષ્કર્મની ઘટના નોંધાઈ હતી,જાણવા મળ્યા મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકના કોસંબા પાસેના મોટા બોરસરા ગામે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં સગીરા અને તેનો મિત્ર ખેતરમાં બેઠા હતા,આ દરમિયાન ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર માર્યો હતો. ત્યારબાદ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.ઘટનાની જાણ થતાં રેન્જ IGજિલ્લા પોલીસ અધિક્ષકLCB, SOG સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV સર્વેલન્સની તપાસ પણ શરૂ  કરી છે. 

પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સગીર યુવતી તેના મિત્ર સાથે બોરસરા ગામના ખેતરમાં રાત્રી દરમિયાન બેઠા હતા,ત્યારે ત્રણ નરાધમો ત્યાં આવીને યુવતીના મિત્રને મારીને યુવતી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું,રાતે ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,અને ત્રણ પૈકી બે આરોપીઓની ઓળખ પણ પોલીસે કરી લીધી છે,અને વહેલી તકે ત્રણે આરોપીઓની પોલીસ ધરપકડ કરી લેશે તેમ તેઓ જણાવ્યું હતું,વધુમાં દુષ્કર્મની ઘટના બની ત્યાં નજીકમાં કોઈ જ ગરબાનું આયોજન ન હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.અને આરોપીઓ ભોગ બનનાર યુવતી અને તેના મિત્રના મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા પણ લૂંટી ગયા હતા.હાલમાં યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. 

#Gujarat #CGNews #Surat #minor girl #surat police #Gang-rape #gang-raped
Here are a few more articles:
Read the Next Article