ડુમસ દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ નગરવન આકાર પામ્યું,પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચેનો અનોખો સુમેળ

સુરત ડુમસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ 'નગરવન'  આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે.

New Update
  • ડુમસ દરિયા કિનારાની શોભા વધારતુ નગરવન

  • 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે આ નગરવન

  • રૂપિયા1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું

  • 5.5 લાખથી વધુ વૃક્ષો અને જીવસૃષ્ટી પ્રવાસીઓને આકર્ષે છે

  • લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બન્યું સ્થાનિકો માટે રોજગારીનું કેન્દ્ર

સુરત ડુમસના દરિયા કિનારે ગુજરાતનું પ્રથમ'નગરવન'  આકાર પામ્યું છે. આ વન પ્રકૃતિ અને શહેરી જીવન વચ્ચે અનોખો સુમેળ સાધે છે. 5.5 લાખથી વધુ વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટી સાથેનો આ હરિયાળો પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે.

સુરત શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથીસુરતમાં પ્રથમ'નગરવનવિકસાવવામાં આવ્યું છે. ડુમસ બીચ નજીક4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન રૂપિયા1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે.

ડુમસ દરિયા કિનારેમિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રજાતિઓના5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સસાથે મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે.

સ્થાનિક સમુદાયને રોજગારી પૂરી પાડવા માટે લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બનાવાયું છે.નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવાયું છે.લોકોમાં આ વિસ્તારનું મહત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે.આ પહેલ ફક્ત મનોરંજન માટે નથીપરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા એક નોંધપાત્ર પ્રયાસ પણ છે.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.