સુરતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક, માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં તપાસથી ફફડાટ

સુરત શહેરના ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સફાળે જાગીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

New Update

સુરત શહેરના ભાગળ વિસ્તારમાં માવાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી,આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સફાળે જાગીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શ્રાવણ માસ શરુ થતાની સાથે જ તહેવારોની મોસમ પણ શરુ થઇ છે.આ તહેવારોની ઉજવણીમાં મીઠાઈની માગમાં વધારો જોવા મળે છે,તો બીજી તરફ તહેવાર પ્રિય લોકોને મીઠાઈ ભેળસેળ યુક્ત ન મળે તે માટે સુરતના આરોગ્ય વિભાગે સફાળા જાગીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો,જેમાં સુરત શહેરના ભાગળ વિસ્તારમાં આવેલા માવાના હોલસેલ વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતું ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો,આરોગ્ય વિભાગે માવાના નમૂના લઈને પૃથક્કરણ અર્થે મોકલી આપ્યા હતા,જો માવાના સેમ્પલમાં ભેળસેળ જણાશે તો તે વેપારી સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.     
#Gujarat #CGNews #checking #Surat #health department #festivals
Here are a few more articles:
Read the Next Article