“હે રત્ન કલાકારો આપઘાત ન કરો, અમને એક ફોન કરો” : સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો.

સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો

New Update

છેલ્લા 16 મહિનામાં 62 રત્ન કલાકારોએ કર્યા છે આપઘાત

મંદીના કારણે સૌથી વધુ રત્ન કલાકારોને ભોગવવું પડતું

રત્ન કલાકારોના આપઘાતની ઘટનાઓને અટકાવવા પ્રયાસ

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી

યુનિયન દ્વારા હેલ્પલાઇન નં. 9239500009 શરૂ કરાયો

સુરતમાં વધતાં જતાં રત્ન કલાકારોની આપઘાતની ઘટના અટકાવવા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન શરૂ કરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સુરત શહેર તથા જીલ્લામાં હીરા ઉદ્યોગમાં છેલ્લા 16 મહિનામાં 62 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે.

મંદીના કારણે સૌથી વધુ રત્ન કલાકારોએ ભોગવવું પડી રહ્યું છે. સરકારમાં પણ આર્થિક મદદ માટે રત્ન કલાકારોએ અનેક રજૂઆત કરી છે. તેમ છતાં પરિણામ શૂન્ય આવતા આખરે સુરત ડાયમંડ વર્કર યુનિયને આપઘાત અટકાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નં. 9239500009 શરૂ કરવામાં આવ્યો છે. હે રત્ન કલાકારો આપઘાત ન કરોઅમને એક ફોન કરોની ટેગલાઈન સાથે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

 

#suicide #Commited Suicide #Surat Diamond Workers Union #આપઘાત #રત્ન કલાકારો #આપઘાત આખરી ઉપાય નથી #સુરત ડાયમંડ વર્કર યુનિયન #હેલ્પલાઇન નંબર
Here are a few more articles:
Read the Next Article