સુરતના સરથાણાનો બનાવ
બિલ્ડરે દહેશત ફેલાવે એવી કરી કરતૂત
કારમાં બેસીને બિલ્ડરે કર્યું ફાયરિંગ
સ્થાનિક લોકોમાં ભયનો માહોલ
પોલીસે કરી બિલ્ડરની ધરપકડ
સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
સુરત શહેરના સરથાણામાં વ્રજરાજ રેસિડેન્સીમાં બિલ્ડર ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ500 મીટરના અંતરે વ્રજરાજ રેસિડેન્સી આવેલી છે. ગત રાત્રે9:30 વાગ્યા આસપાસ એક ફોર્ચ્યુનર કાર સોસાયટીમાં પ્રવેશી હતી,જ્યાં સ્થાનિક લોકો અને બાળકો બેઠા હતા.ત્યારે ફોર્ચ્યુનર કારમાં સવાર એક વ્યક્તિએ પોતાની પાસેની બંદુકમાંથી હવામાં એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો,જેના કારણે બાળકો અને સ્થાનિક લોકો ભયભીત થઈ ગયા હતા.ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી કારના નંબરના આધારે ફાયરિંગ કરનાર બિલ્ડર ઘુસા બુહાની ધરપકડ કરી હતી.જાણવા મળ્યા મુજબ ફાયરિંગની ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલી બંદૂક લાયસન્સ વાળી હોવાનું તેમજ ઘણા સમયથી ઉપયોગ કર્યો ન હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવીને દહેશત ફેલાવનારે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.