ભવ્ય તિરંગા યાત્રાનું કરાયું આયોજન
યાત્રામાં હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતાની થીમ
1.8 કિ.મી લાંબા રૂટને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો
કેન્દ્રીય મંત્રી અને ગૃહમંત્રીએ યાત્રાનું કરાયું પ્રસ્થાન
હાથમાં તિરંગો લઈને નાગરિકો જોડાયા યાત્રામાં
સુરત શહેરના વાય જંક્શનથી આર.આર.મોલ સુધી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ યાત્રાને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધ્વજ લહેરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
સુરત શહેર ભવ્ય તિરંગા યાત્રાના રંગે રંગાયું હતું.આ યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો હાથમાં તિરંગા લઈને રસ્તા પર ઉમટી પડ્યા હતા, જેના કારણે જાણે આખું સુરત તિરંગાના રંગે રંગાઈ ગયું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું.આ યાત્રા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતાની થીમ પર આધારિત હતી.1.8 કિલોમીટર લાંબા રૂટને સુંદર ડેકોરેશન અને પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવ્યો હતો, જેને વાતાવરણમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ વધુ ઘેરો બનાવ્યો હતો.
તિરંગાયાત્રાનો શુભારંભ કરાવતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે તિરંગા યાત્રાએ ગૌરવ યાત્રા છે.આઝાદી માટે અનેક લોકોએ શહીદી વહોરી છે,શહીદોના કુટુંબીજનોને યાદ કરીને તેમના પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.