સુરતના જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની શ્રીજી અને લક્ષ્મીજીની મુર્તિ બનાવી...

દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે, વિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે

New Update
  • ગણેશ ઉત્સવના પ્રારંભ પૂર્વે શ્રીજીભક્તોમાં અનેરો ઉત્સાહ

  • શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીને આવકારવા તૈયારીઓ

  • શહેરના જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની મુર્તિઓ બનાવી

  • 22 કેરેટ શુદ્ધ સોનાની શ્રીજી અને લક્ષ્મીજીની મુર્તિ બનાવી

  • મુર્તિઓને પંચામૃતમાં વિસર્જિત કરી ફરી મંદિરમાં મુકાશે

ગણેશ ઉત્સવની શરૂઆત પહેલા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં શ્રીજીને આવકારવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છેત્યારે સુરતના એક જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની અનોખી મુર્તિ બનાવી છે.

દર્શક મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કેવિધ્નહર્તા ગણેશજીની સૌથી મોટી મુર્તિ ભારતમાં નહીં પરંતુ થાઇલેન્ડમાં છે. થાઈલેન્ડના ખ્લોંગ ખ્વેન શહેરમાં ગણેશ ઈન્ટરનેશનલ પાર્કમાં આ મુર્તિ સ્થાપિત કરવામાં આવી છે. હવે તમને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કેવિશ્વની સૌથી નાની ગણેશજી મૂર્તિ પણ બનાવવામાં આવી છે. સુરત શહેરના એક જ્વેલર્સએ વિશ્વની સૌથી નાની 22 કેરેટ શુદ્ધ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની અનોખી મુર્તિ બનાવી છે. માત્ર એક ઇંચની ગણેશજીની આ પ્રતિમાની વર્લ્ડ રેકોર્ડમાં પણ નોધણી કરવામાં આવશે. આ મુર્તિનું વજન માત્ર 10 ગ્રામ છેઅને લક્ષ્મીજીની પ્રતિમાનું વજન પણ 10 ગ્રામ છે.

આ બન્ને મુર્તિઓ ડિજિટલ ડિઝાઇનથી બનાવવામાં આવી છે. જેમાં 3પ્રિન્ટ ટેકનોલોજીથી એન્ટિક ફિનિશિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીંબ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS) દ્વારા પણ આ બન્ને મુર્તિઓને પ્રમાણિત કરવામાં આવી છે. આ અંગે જ્વેલર્સએ જણાવ્યુ હતું કેદેવી-દેવતાની આ બન્ને મુર્તિ ઓર્ડરથી બનાવવામાં આવી છે. આ વર્ષે લોકો પોતાના ઘરે પણ ગોલ્ડ ગણપતિની સ્થાપના કરશે. જેમાં વિસર્જનના દિવસે મુર્તિઓને પંચામૃતમાં વિસર્જિત કરી ફરી મંદિરમાં પુજા-અર્ચના માટે મુકવામાં આવશે.

Latest Stories