કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષએ લીધી સુરતની મુલાકાત, ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે માહિતી આપી...

અમદાવાદ ખાતે આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી

New Update
  • અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન

  • ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ મહા સંમેલનનું આયોજન

  • સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ઉપસ્થિત રહેશે

  • કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લીધી મુલાકાત

  • સરકારના પ્રહાર સામે લોકશાહી ઢબે અપાશે જવાબ : રાજ શેખાવત

અમદાવાદ ખાતે આયોજિત ક્ષત્રિય એકતા મહા સંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સુરત જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ આયોજિત મહા સંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કેગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ક્ષત્રીયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી કરવામાં આવી હતીઅને ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો. આ ઉપરાંત ભાજપ સામે એક રેલીનું આયોજન કરતા અમારી કંપનીઓને પણ બંધ કરાવી દેવામાં આવી હતીઅને આ તમામ બાબતે સરકારને જવાબ આપવા માટે આગામી તા. 22 ડિસેમ્બર-2024ના રોજ અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહા સંમેલનમાં ગરાસદારકાઠીકારડીયાનાડોદાહાટીમહિયાજાગીરદાર અને ઠાકોર વગેરે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ સ્ત્રીઓને એક મંચ પર લાવી સંપૂર્ણ ભારત વર્ષની રાજનૈતિક પાર્ટીઓને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રદર્શન કરી ક્ષેત્રાણીઓની અસ્મિતા પર કરવામાં આવેલી નીંદનીય ટિપ્પણીસ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર કરવામાં આવેલો પ્રહાર અને પાર્ટીના આગેવાનો દ્વારા વ્યાપાર પર થયેલા પ્રહાર સામે લોકશાહી ઢબે જવાબ આપવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories