મમ્મી-પપ્પાને કહેશે’ તો છરી ઘુસાવી દઇશ : સુરતના ઇચ્છાપોરમાં 6 વર્ષીય બાળકીને પીંખનાર નરાધમ બિહારથી ઝડપાયો…

શ્રમજીવી પરિવારની 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

New Update
  • ઇચ્છાપોરમાં 6 વર્ષીય બાળકી સાથેના દુષ્કર્મનો મામલો

  • બાળકીને આંખ પાસે ઈજા પહોંચાડી નરાધમ નાસી છૂટ્યો

  • દુષ્કર્મ આચરનાર હવસખોર બિહારના પટનાથી ઝડપાયો

  • પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું

  • ઘટનાસ્થળે આરોપી હાથ જોડી માફી માગતો જોવા મળ્યો 

સુરત શહેરના હજીરા વિસ્તારના ભટલાઇ ગામ નજીક રહેતા શ્રમજીવી પરિવારની 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે બિહારથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુંજ્યાં આરોપી બે હાથ જોડીને માફી માગતો નજરે પડ્યો હતો.

સુરત શહેર હજીરા વિસ્તારમાં રહેતા મૂળ બિહારની 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ 8 વાગ્યે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતોજ્યારે પત્ની ઘરકામ કરી રહી હતીત્યારે મોરા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઇટ ડયૂટી કરીને આવ્યો હતોઅને જમ્યા બાદ સૂઈ ગયો હતો. મહિલા તેના 2 પુત્ર અને 6 વર્ષની પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગ્યે રાબેતા મુજબ ઘરઘાટી તરીકે કામ કરવા જવા નીકળી હતી.

મહિલાનો ઉપવાસ હોવાથી તે બપોરે દોઢ વાગ્યાના બદલે 1 વાગ્યે ઘરે પરત આવી હતીત્યારે દિયરે પોતાના ખોળામાં 6 વર્ષની દીકરીને બેસાડેલી હતીઅને બંને જણા રડતાં હતાંજેથી માતા ચોંકી ગઈ હતીઅને શું થયું છે એવું પૂછતાં દિયરે કહ્યું હતું કેહમવતની જયમંગલ ઉર્ફે બાબા અબીલાખ પાસવાનએ દીકરી સાથે ખરાબ કામ કર્યું છે. દીકરી સાથે થયેલા દુષ્કૃત્યની જાણ થતાં માતા ચોંકી ગઇ હતીઅને તરત જ દીકરીના કપડાં ચેક કરવાની સાથે તેની પૃચ્છા કરી હતી.

 બાળકીએ કહ્યું હતું કેબાબા મને ગોદીમાં ઉઠાવી તેમની રૂમમાં લઈ ગયા હતાજ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારાં કપડાં કાઢી બદકામ કર્યા બાદ ચપ્પુ બતાવી મમ્મી-પપ્પાને કહેશે તો છરી ઘુસાવી દઇશ એવી ધમકી આપી હતી. આરોપીએ બાળકીને ડરાવવા લોખંડનો દસ્તો આંખ પાસે લાવતા જમણી આંખની ભ્રમર પાસે ઇજા પણ થઈ હતી. જેના પગલે માતા તરત જ આરોપીના ઘરે જઈ ઠપકો આપતાં ઝઘડો કર્યો હતોઅને ત્યાંથી આરોપી ભાગી ગયો હતો.

ઘટના અંગે ઇચ્છાપોર પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડઅપ કરી ઇચ્છાપોર પોલીસ સ્ટેશને લઇ આવી હતી. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુંજ્યાં આરોપી બે હાથ જોડીને માફી માગતો નજરે પડ્યો હતો.

Latest Stories