સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ

સુરતના પાલ વિસ્તારમાંLIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાંLIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવીછે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.