“જળમગ્ન” થઈ હીરાનગરી : સુરતમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાની તોફાની બેટિંગ...

વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જ્યારે કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયો હતો. તો બીજી તરફ, ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીપૂર આવ્યું

New Update
  • સુરત શહેર તથા જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ

  • સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો

  • ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

  • પાણીમાં ફસાયેલા લોકોનું પોલીસકર્મીઓએ રેસક્યું કર્યું

  • ટ્રાફિકજામની સ્થિતિ વચ્ચે પોલીસ જવાનો ખડેપગે તૈનાત

રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છેત્યારે સુરતમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ યથાવત રહ્યો હતો.

સુરત શહેર તથા જિલ્લામાં સતત બીજા દિવસે પણ કાળા ડિબાંગ વાદળોની ફોજ વચ્ચે વરસાદ યથાવત રહ્યો છે. વહેલી સવારથી જ સુરતના અમરોલીકતારગામકાપોદ્રાજહાંગીરપુરાસરથાણાસળિયા હેમાદકોસમ ગામ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે સરથાણા વિસ્તારમાં આવેલી વાલમ નગર સોસાયટીમાં પાણી ભરાયા હતા. સોસાયટીમાં છાતી સમા વરસાદી પાણી ફરી વળતાં ફાયર વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્તોના રેસ્ક્યુ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રેક્ટર તેમજ બોટની મદદથી અસરગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરાયા હતા.

એટલું જ નહીંતંત્ર દ્વારા લોકોના આરોગ્યની સલામતી માટે તબીબોની ટીમ પણ મોકલવામાં આવી હતી. સુરતના કોસમ ગામમાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાજ્યારે કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયો હતો. તો બીજી તરફઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે સુરતમાં ખાડીપૂર આવ્યું છે. ખાડીપૂરના કારણે સણીયા હેમાદ ગામ જળમગ્ન બન્યું હતું. ખાડીપૂરની સ્થિતિમાં પોલીસ લોકોના વ્હારે આવી હતી.

સરથાણા પોલીસ મથકના મહિલાASIએ ગળાડૂબ પાણીમાં 3 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. આ તરફસરથાણા પોલીસ મથક પણ પાણીમાં ગરકાવ થયું હતું. જોકેટ્રેક્ટર મારફતે પોલીસકર્મીઓ લોકોને મદદ કરી રહ્યા છે. જેના પગલે લોકોએ પણ સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી. જોકેસુરત શહેરમાં વરસાદને લઈ અનેક જગ્યા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરના સહારા દરવાજા, APMC માર્કેટ અને દિલ્લી ગેટ નજીક ટ્રાફિકજામ સર્જાતા પોલીસ અધિકારીઓ ટીમ સાથે નજરે પડ્યા હતા. આ સાથે જ લોકોને પણ આવી પરિસ્થિતિમાં વગર કામે બહાર ન નીકળવા અપીલ પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

Read the Next Article

સુરત : દંડની ડુપ્લિકેટ રસીદ બતાવી RTOના ગોડાઉન પરથી વાહનો છોડાવી જવાના રેકેટનો પર્દાફાશ, 3 શખ્સોની ધરપકડ

સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • RTOની ડુપ્લીકેટ રસીદ બતાવી વાહન છોડવાના રેકેટનો મામલો

  • છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

  • નકલી રસીદ આપી ટ્રાફિક ગોડાઉનમાંથી વાહનો છોડાવતા હતા

  • 3 યુવકો રસીદ લઈ રિક્ષા છોડાવવા જતાં મામલો સામે આવ્યો

  • પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આદરી

સુરત શહેરના સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના સરથાણા પોલીસમાં ટ્રાફિક પોલીસના કર્મીએ ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે રિક્ષા છોડાવવા આવેલા વિશાલક્રિષ્ના અને સંદીપ તેમજ 29 વાહનોના ચાલકો સામે ગુનો નોંધ્યો છે. સરથાણા વિસ્તારમાં ટ્રાફિકનું ગોડાઉન આવેલું છેજ્યાં ટ્રાફિક પોલીસે લાયસન્સ ન હોય તેવા ચાલકોના વાહનો ડિટેઇન કરતા હોય છે. ડિટેઇન કરેલા વાહનોને ગોડાઉનમાં રાખવામાં આવે છે. ગોડાઉનમાંથી વાહનચાલકોRTOમાં દંડ ભરેલી સ્લિપ બતાવી વાહનો છોડાવી જતા હોય છે.RTOમાં દંડ ભરેલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં જ તેમાં ભરેલી દંડની રકમ સ્પષ્ય દેખાય છેજ્યારે નકલી સ્લિપમાં ક્યુઆર કોડ સ્કેન કરતાં તેમાં કશું દેખાતું નથી અથવા તો કોડ જ સ્કેન થતો નથીજેના કારણે આખું રેકેટ સામે આવ્યું છે. 29 નકલી સ્લિપ બતાવીને વાહનો છોડાવી ગયેલાઓમાં સૌથી વધારે રિક્ષા અને ટુ-વ્હીલર છે.

RTOમાં દંડ ભરેલી નકલી સ્લિપ કાપોદ્રાનો સુનિલ નામનો શખ્સ બનાવતો હોવાનું સામે આવ્યું છે. વાહનચાલકો પાસેથી અમુક રૂપિયા લઈ તે નકલી રસીદ આપી દેતો હતો. પછી વાહનચાલકો નકલી સ્લિપથી વાહનો છોડાવી જતા હતા. જોકેસરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાના રેકેટ મામલે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.