રેલવે સ્ટેશન પર માનસિક અસ્થિર વ્યક્તિનો હંગામો,ટ્રેનના એન્જીન ઉપર ચઢી જતા રેલ વ્યવહાર ખોરવાયો

સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો.

New Update
0

સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો,માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જીન ઉપર ચઢી ગયો હતો,જેના કારણે રેલ વ્યવહાર ખોરવાય ગયો હતો. 

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેનના એન્જીન ઉપર એક યુવક ચઢી ગયો હતો.અને ટ્રેનના ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો.માનસિક અસ્થિર યુવકની જોખમી હરક્તોએ રેલવે તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી.ઘટના અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી,અને યુવકને ટ્રેનના એન્જીન પરથી નીચે ઉતારવા પ્રયાસો કર્યા હતા,જોકે ભારે જહેમત બાદ યુવકને હેમખેમ ટ્રેનના એન્જીન ઉપરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી,રેલવે વિભાગ દ્વારા રેલ વ્યવહારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો,જેના કારણે જયપુર સુપરફાસ્ટ,મેમુ,ડબલ ડેકર,તેજસ એક્સપ્રેસ,હમસફર એક્સપ્રેસ,સયાજી નગરી,ડિલક્ષ એક્સપ્રેસ મળીને સાત ટ્રેન 45 મિનિટ સુધી મોડી પડતા રેલ વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

 

Latest Stories