Connect Gujarat
સુરત 

સુરત સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ CNG પંપ રહ્યા બંધ, કમીશનમાં વધારો કરવાની માંગને લઈને હડતાળ...

સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ સીએનજી પંપ આજે બંધ છે, જેને લઈને રીક્ષા ચાલકો અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

X

સુરત સહીત દક્ષિણ ગુજરાતના 400થી વધુ સીએનજી પંપ આજે બંધ છે, જેને લઈને રીક્ષા ચાલકો અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કમીશનમાં વધારો કરવા સહીતની માંગને લઈને સીએનજી પંપ ચાલકો આજે વેચાણ બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે.

કમીશન વધારવા સહીતની માંગ સાથે સુરત તેમજ દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ચાલકોએ આજે વેચાણ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. સુરતમાં સીએનજી પંપ બંધ રહેતા લોકોને ભારે હાલકી પડી રહી છે. અંદાજ મુજબ શહેરમાં ૧.૫૦ લાખથી વધુ રીક્ષાઓ છે. જોકે, આજે રીક્ષા ચાલકો પંપ પર પહોચ્યા, ત્યારે તેઓને જાણ થઇ હતી કે, આજે પંપ બંધ છે. જેને લઈને રીક્ષામાં ગેસ પૂર્ણ થઇ જતા રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ, સંચાલકો દ્વારા 24 કલાક સીએનજી પંપના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Next Story