Connect Gujarat
સુરત 

‘રાષ્ટ્રીય અંગદાન દિવસ’ : અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા નવી સિવિલ હોસ્પિટલ દ્વારા રેલી યોજાય...

અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે

X

અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને મૃતદેહને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે, ત્યારે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતમાં છેલ્લા 10 વર્ષથી દર વર્ષે તા. 27 નવેમ્બરે રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવામાં આવે છે. અંગદાન દિવસનો મુખ્ય હેતુ લોકોને જાગૃત કરવા અને સ્વાસ્થ્ય સેવા અને માનવ જાતિમાં કરવામાં આવેલા નિસ્વાર્થ યોગદાનને ઓળખવું છે. પહેલીવાર અંગદાન દિવસ વર્ષ 2010માં મનાવવામાં આવ્યો હતો. આ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય અંગ અને પેશી ટ્રાન્સપ્લાન્ટ સંસ્થા દ્વારા આયોજીત કરવામાં આવે છે. ભારતમાં અંગદાન હંમેશાથી ઓછુ રહ્યું છે. એક અનુમાન મુજબ દેશમાં પ્રતિ મિલિયન વસ્તીએ માત્ર 0.65 અંગદાન થાય છે, ત્યારે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી અંતર્ગત સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે જનજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 38 લોકોના અંગદાન થયા છે, ત્યારે રેલી દરમ્યાન હાથમાં બેનરો લઈ લોકોને અંગદાન કરવા અપીલ કરાય હતી. આ રેલીમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

Next Story