Connect Gujarat
સુરત 

સુરત બેઠક બિનહરીફ જાહેર કરાતા સુપ્રીમ કોર્ટમાં અરજી, NOTAને કાલ્પનિક ઉમેદવાર જાહેર કરવા સહિતની માંગ

સુરત લોકસભા બેઠક બિનહરીફ થતાં હવે NOTAને કાલ્પિનક ઉમેદવાર જાહેર કરવા અને જો NOTAને વધુ મત મળે તો ચૂંટણી જ રદ કરી સાથે જ નવી ચૂંટણી યોજવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

સુરત બેઠક બિનહરીફ જાહેર કરાતા સુપ્રીમ કોર્ટમાં અરજી, NOTAને કાલ્પનિક ઉમેદવાર જાહેર કરવા સહિતની માંગ
X

સુરત લોકસભા બેઠક બિનહરીફ થતાં હવે NOTAને કાલ્પિનક ઉમેદવાર જાહેર કરવા અને જો NOTAને વધુ મત મળે તો ચૂંટણી જ રદ કરી સાથે જ નવી ચૂંટણી યોજવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજી જાણીતા મોટિવેશનલ સ્પીકર અને You Can Winના લેખક શિવ ખેરાએ કરી છે. સુપ્રીમ કોર્ટે NOTA સંબંધિત અરજી પર ચૂંટણીપંચને નોટિસ પાઠવી છે.CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ 26 એપ્રિલ, શુક્રવારે શિવ ખેરાની અરજી પર સુનાવણી કરવા સહમત થઈ છે.

આ અરજી સુરતમાં 22 એપ્રિલે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના સંદર્ભમાં કરવામાં આવી છે. હકીકતમાં અહીંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. તેમના ફોર્મમાં સાક્ષીઓનાં નામ અને સહીઓમાં ભૂલ હતી. આ બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 ઉમેદવાર મેદાનમાં હતા.

Next Story