સુરત : પરિણીત યુવકના આપઘાતની ઘટનામાં મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરતી પોલીસ

પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર તેની પત્ની અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી

New Update
  • પતિના આપઘાતનો મામલો

  • પત્નીનું અન્ય યુવક સાથે અફેર

  • પત્ની પ્રેમીના ત્રાસથી કર્યો આપઘાત

  • પતિને મારમારતો વિડીયો થયો હતો વાયરલ

  • પોલીસે પત્ની અને તેના પ્રેમીની કરી ધરપકડ 

સુરતના પાલ સુડા આવાસમાં પતિએ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર તેની પત્ની અને પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેરના પાલ સુડા આવાસમાં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ અડાજણ પ્રાઈમ આર્કેડમાં રેડીમેન્ટ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો.ચાર વર્ષ પહેલા તેણે દિવ્યા સંતોષ જાદવ સાથે પ્રેમલગ્ન કર્યા હતા,પરંતુ લગ્ન બાદ બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જાણવા મળ્યા મુજબ પત્ની દિવ્યાનું કેવિન પટેલ નામના યુવક સાથે અફેર હતુંજેની જાણ દીક્ષિતને થઈ હતી. આ કારણે દિવ્યા દીક્ષિત સાથે ઝઘડા કરતી અને રૂપિયા માટે માનસિક ત્રાસ આપતી હતી.

પત્ની દિવ્યાદીક્ષિતને પરિવાર સાથે વાત કરવા પણ ન દેતી હતી. દીક્ષિત અને દિવ્યા વચ્ચે ફરી ઝઘડો થયો હતો.દિવ્યાએ પોતાના પ્રેમી કેવિનને ઘરે બોલાવ્યો અને બંનેએ મળીને દીક્ષિત સાથે મારામારી કરી હતી.પડોશીઓએ દોડી જઈને દીક્ષિતને બચાવ્યો હતો.

આ ઘટના બાદ દીક્ષિતે નાની બહેનને ફોન કરીને હું જીવનથી કંટાળી ગયો છુંસુસાઇડ કરી લઈશની વાત કરી અને શનિવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ ચકચારી ઘટનામાં પોલીસે દીક્ષિતને અંતિમ પગલું ભરવા માટે મજબુર કરનાર દિવ્યા અને તેના પ્રેમી કેવિન પટેલની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories