“ગેમ ઝોન” શરૂ થશે..? : સુરતમાં ગેમ ઝોન શરૂ કરવા સામે પોલીસ કમિશનરે 63 પાનાનું જાહેરનામું બહાર પાડ્યું...

સુરત શહેરમાં ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા માટે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પત્રકાર પરિષદના માધ્યમથી પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપી હતી.

New Update

સુરત શહેરમાં ગેમ ઝોનને ફરીથી શરૂ કરવા માટે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ દ્વારા 63 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પત્રકાર પરિષદના માધ્યમથી પોલીસ કમિશનરે આ અંગેની માહિતી આપી હતી.

રાજકોટના ગેમ ઝોનની દર્દનાક દુર્ઘટના બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ફરીથી ગેમ ઝોન શરૂ કરવા માટે સરકાર દ્વારા જરૂરી નીતિનિયમો ઘડી કાઢવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સુરતના સ્પેશિયલ પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ગેમ ઝોન શરૂ કરવા અંગેની શરતો વિશે માહિતી આપી હતી. ગેમ ઝોનના માલિકોએ ગેમ ઝોન શરૂ કરતા પહેલા તેના માટેનું લાયસન્સ લેવાની સાથે એક્સપર્ટ અભિપ્રાય અને થર્ડ પાર્ટી લાયાબિલીટી ઇન્સ્યોરન્સ સહિતની શરતોનું પાલન કરવું પડશે. વધુમાં ગેમ ઝોનમાં આવતા લોકોની સુરક્ષા બાબતે પણ ખાસ ધ્યાન રાખવા માટે પોલીસ કમિશનરે માહિતી આપી હતી.

Latest Stories